ઉમરાળા તાલુકાના ધોળા જંક્શન ખાતે આવેલા સ્વ.રણજીતસિંહજી ગોહિલ (લીમડા હનુભાના) ક્ષત્રિય સમાજ ભવનને કોવિડ -૧૯ ની સારવાર માટે જરૂર પડ્યે કોવિડ હોસ્પિટલમાં ફેરવવા ઉમરાળા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી. હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી એ પ્રકોપ વરસાવ્યો છે ત્યારે ઉમરાળા તાલુકામાં પણ ગામડે ગામડે કોરોના ના કેસો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે હાલ નાના – મોટા હોસ્પિટલ શહેરમાં અને તાલુકા સેન્ટર ઉપર પણ કોરોના દર્દીઓથી ભરાઈ ગયા છે હાલ ઉમરાળા તાલુકા માંથી દર્દીઓ ભાવનગર કે અન્ય શહેરમાં સારવાર અર્થે જાય છે તો પણ સારવાર વગર પાછા ફરે છે ત્યારે ધોળા જંક્શન કે જે ઉમરાળા તાલુકાનું સેન્ટર છે ત્યાં ઉમરાળા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ ભવન આવેલ છે એ ભવન જરૂર પડ્યે કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફેરવવા ઉમરાળા તાલુકા રાજપૂત સમાજે તૈયારી બતાવી છે તેમજ ઉમરાળા તાલુકા ક્ષત્રિય સમાજ પ્રમુખ કીર્તિસિંહ ગોહિલ રામણકા દ્વારા ઉમરાળા મામલતદાર એમ.વી.પરમાર,તાલુકા વિકાસ અધિકારી જી.જી.ગોહિલ, સહિતના સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે અને આ મહામારીમાં જ્યાં જરુર પડે ત્યાં સેવા માટે હર હંમેશ સાથ સહકાર આપવાની તૈયારી બતાવી છે તેમ પ્રમુખ કીર્તિસિંહ ગોહિલ દ્વારા જણાવાયુ હતુ.