ખેડૂતો કોરોનાના ડરથી આંદોલન પૂરું નહીં કરે : રાકેશ ટીકૈતની જાહેરાત

212

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.૨૨
કોરોના અને કૃષિ કાયદા વિરુધ્ધ ખેડોતોનું આંદોલન છેલ્લા ગત વર્ષથી હાલ સુધી સૌથી વધુ ચર્ચાતી બાબતો છે. દેશમાં કૃષિ કાયદા વિરુધ્ધ ખેડૂત આંદોલન ગત વર્ષથી ચાલી રહ્યું છે. અનેક ચડાવ ઉતારો અને સરકાર સાથે અત્યંત ઘર્ષણ બાદ પણ ખેડૂતો ન્યાય માટેની લડત જારી રાખવાના મૂડમાં જ છે. કોરોનાના ભયાનક માહોલ વચ્ચે જ્યારે રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ખૂબ ગંભીર છે ત્યારે પણ ખેડૂતો પોતાની લડાઈ છોડવા ઇચ્છતા નથી. દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતને ખેડૂત આંદોલનની આગામી રણનિતિ વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે “ખેડૂત તેના ઘરે છે. અમે તેમને બીજે ક્યાં જવાનું કહિએ? શું અહીંથી કોરોના ફેલાઈ રહ્યો છે? અમે અહીં છેલ્લા ૫ મહિનાથી રહીએ છીએ. આ હવે અમારું ઘર છે. ઘણા ખેડુતોને વેક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો છે, પણ બીજો ડોઝ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અમે અધિકારીઓને અહીં શિબિર લગાવવા જણાવ્યું છે.
ત્રણ કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી ખેડુતો પાછા ઘરે નહીં જાય. આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે દરેક ગામમાં તૈયારીઓ ચાલી રહી છે અને આ મોરચા પર હાજરી વધતાં જ આ યોજનાની ઘોષણા કરવામાં આવશે. કોરોનાના ડરથી અમારું આંદોલન પૂરું થશે નહીં.

Previous articleકોવિડ-૧૯ના સામના માટે કેન્દ્ર પાસે કોઈ પ્લાન છેઃ સુપ્રીમ કોર્ટ
Next articleબંગાળમાં કોરોનાના ટ્રિપલ મ્યૂટન્ટ સામે વેક્સિન બેઅસર