ગાંધીનગરની સેકટર- ૨૭ની પ્રાથમિક શાળામાં ધોરણ-૩માં અભ્યાસ કરતી નિરાલી ચૌહાણનો આત્મ વિશ્વાસ જોઇ ગુણોત્સવ નિમિત્તે શાળાનું મૂલ્યાંકન કરવા ગયેલા રાજયના મુખ્ય સચિવ ર્ડા. જે.એન.સિંગ ખૂબ ખુશ થઇ ગયા હતા.
આજથી સમગ્ર રાજયમાં ત્રિદિવસીય ગુણોત્સવ કાર્યક્રમનો આરંભ થયો છે. ગુણોત્સવના પ્રથમ દિવસે રાજયના મુખ્ય સચિવ ર્ડા. જે.એન.સિંગે સેકટર- ૨૭ની પ્રાથમિક શાળાના બાળકોનું મૂલ્યાંકન કર્યું હતું. રાજયના મુખ્ય સચિવે શાળાના બાળકો સાથે પ્રાર્થના કરી હતી. પ્રાર્થના બાદ શાળામાં થતી તમામ કાર્યક્રમમાં તેઓ બાળકો સાથે જોડાયા હતા. ત્યારબાદ સમગ્ર રાજયની સરકારી વહીવટી પ્રક્રિયાની દોરી સંભાળતા મુખ્ય સચિવ એક શિક્ષકની જેમ શાળાના વિવિધ ધોરણના વિધાર્થીઓનું ગણન, વાંચન અને લેખન કરાવી મૂલ્યાંકન કર્યું હતું.
ધોરણ- ૩ના કલાસમાં મુખ્ય સચિવ જે.એન.સિંગ ગયા હતા. ત્યાં એક વિધાર્થીને ઉભો કરીને ૮૮૮ લખવા કહ્યું હતું. પરંતુ દુર્ગશ નામનો વિધાર્થી માનસિક ગભરાઇ જતાં લખી શક્યો ન હતો. તેવામાં મુખ્ય સચિવની નજર તેની સાથે અભ્યાસ કરતી નિરાલી નામની દીકરી પર પડી હતી. તેને ઉભા થઇ લખવાનું કહેતા નિરાલી ઉત્સાહ પૂર્વક ઉભી થઇ ગઇ હતી. વર્ષેાથી ઓળખથી હોય તેમ તેમની નજીક ધસી ગઇ હતી. તેણે ૮૮૮ લખી આપ્યું હતું. મુખ્ય સચિવને તેનો આત્મ વિશ્વાસ જોઇ આનંદ થતા જ તેમણે વાંચન પણ કરાવ્યું હતું. અમુક પ્રશ્નો કર્યા હતા. પરંતુ નિરાલી તમામ ક્રિયાઓ એકદમ આત્મ વિશ્વાસ સાથે કરતી હતી.
ર્ડા. જે.એન.સિંગેને સેકટર- ૨૭ પ્રથામિક શાળાની હવા ઉજાસવાળા મકાનનું બિલ્ડીંગથી ખુશ થયા હતા. આ શાળાને ગ્રીન સ્કુલ પ્રોજેકટ હેઠળ મુકવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. આચાર્ય અને શિક્ષકોને બાળકોમાં સ્વચ્છતા અને જળ સંચયના ગુણોનો વિકાસ થયા તેવી પ્રવૃત્તિ કરાવવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. ગાંધીનગર જિલ્લા કલેકટરે શાળાના ખુલ્લા સંકુલમાં વૃક્ષોનું વાવેતર કરવા પણ આચાર્યને જણાવ્યું હતું.