ભાવનગર શહેરમાં આવેલ સેવાભાવી શિશુવિહાર સંસ્થા દ્વારા ૧૩ નેત્રયજ્ઞ કરવામાં આવ્યા હતા. અને એક વર્ષ દરમિયાન કુલ ૧૮૨૦ જરૂરિયાતમંદોને નેત્રરક્ષાથી આવરી લેવામાં આવ્યો છે.સંસ્થા લોકડાઉન સમય બાદ કરતા ૧૩ નેત્રયજ્ઞ દ્વારા ૮૪૭ દર્દીઓની આંખ તપાસ કરવામાં આવી હતી, અને તે પૈકીના ૨૮૧ દર્દીઓને વિનામૂલ્યે કેટરેક સર્જરીની સુવિધા આપવામાં આવી હતી. શિવાનંદ હોસ્પિટલ વિસનગરના સહયોગથી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં શિશુવિહાર પટાંગણમાં નેત્રયજ્ઞ યોજીને ડો.અસેશભાઈ મહેતા દ્વારા આંખોનું સ્કિનિગ થયેલા ૫૧૬ દર્દીઓની સારવાર આપવામાં આવી હતી.વર્ષ ૨૦૨૦ માં સતત ૯ માસ સુધી પ્રત્યેક રવિવારે શિશુવિહાર સંસ્થામાં આંખોની ચકાસણી શિબિર યોજીને ૬૯૨ વયસ્ક નાગરિકોને આંખ તપાસ અને જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ કરવામાં આવે છે. આ કેમ્પોને સફળ બનાવવા દાતાઓ દ્વારા સારો સહયોગ મળી રહ્યો છે. સુધાબેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ, મીનાબેન મકવાણા સંકલનથી એક વર્ષ દરમિયાન યોજાયેલ દ્રષ્ટિ આરોગ્ય સેવાઓ કરવામાં આવી હતી. આમ શિશુવિહાર સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.