વિરોધપક્ષના નેતા તરીકે ભરતભાઈ બુધેલીયાની નિમણૂક કરવામાં આવી

297

ભાવનગર મહાપાલિકાના છેલ્લા ઘણાં સમયથી વિરોધ પક્ષના નેતાની ખોટ વર્તાઇ રહી હતી. જેનો આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિપક્ષનેતા, ઉપનેતા અને દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે.ભાવનગર મહાપાલિકાના ૮ ઉમદેવારોએ ચૂંટણીમાં જીત મેળવી હતી. અને છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની આ બેઠક ખાલી હતી. આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિપક્ષના નેતા તરીકે ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા, ઉપનેતા તરીકે કાંતિભાઈ બાવચંદભાઈ ગોહિલ અને દંડક તરીકે જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ સોલંકી નિમણૂક કરવામાં આવી છે.ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ ત્રણેય નેતાઓને અભિનંદન આપ્યા હતા. અને પૂર્વ કોર્પોરેટરો, કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleભાવનગર શહેર ભાજપ દ્વારા ઉકાળો, વિસામો અને ટિફિન સેવાઓ
Next articleશહેરમાં શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છીક લોકડાઉન રાખવા ચેમ્બરની અપીલ