શહેરમાં શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છીક લોકડાઉન રાખવા ચેમ્બરની અપીલ

383

કોરોના સંક્રમણના ફેલાવાને અટકાવવા ભીડ ન થવા માટે લોકડાઉન જરૃરી છે ત્યારે વિક એન્ડ શનિ-રવિ સ્વૈચ્છીક લોકડાઉનમાં તમામ નગરજનોને જોડાવવા ચેમ્બર દ્વારા આગ્રહભરી અપીલ કરાઇ છે. કોરોના સંક્રમણ વધવાની ઝડપ વણથંભી છે અને આ સંક્રમણ અટકાવવા વારંવારની સુચના છતાં શહેરના ચોક્કસ લોકો માટે પથ્થર ઉપર પાણી ઢોળવા સમાન બન્યું છે જેનો ભોગ અન્ય વ્યક્તિઓ બની રહ્યાં છે ત્યારે સ્વયં જાગૃતિ અત્યંત જરૃરી બની છે.શહેરના વિવિધ એસોસીએશનના સહયોગથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા.૩૦ સુધી દર શનિવાર તથા રવિવારે વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરવામાં આવેલ જે અપીલને ગત શનિ-રવિમાં પાંખો પ્રતિસાદ મળેલ. આવતા શનિ-રવિ એટલે કે તા.૨૪ અને ૨૫ના રોજ પણ સહયોગ આપનાર તમામ એસોસીએશનો અને નગરજનો સ્વૈચ્છિક લોકડાઉનમાં સાથ અને સહકાર આપે તેવી અપીલ છે.
સૌ નગરજનો તે હકીકતથી વિધિત છે કે કોરોના મહામારીનું સંક્રમણ દિનપ્રતિદિન વધતું જાય છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૨૫૦ પહોંચવા આવી છે. જો નગરજનો સ્વયંમ શિસ્તનું પાલન કરી આ મહામારીને નિયંત્રીત નહીં કરે તો કદાચ સંક્રમિત કેસની સંખ્યાનો આંકડો ૩૦૦ને પાર થઇ શકે તેવું પણ બનવાની શક્યતા છે તેથી ગત શનિ-રવિના સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા ન હોય તેવા એસોસીએશનો અને નગરજનો પણ આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાય તે માટે અપીલ કરવામાં આવે છે.

Previous articleવિરોધપક્ષના નેતા તરીકે ભરતભાઈ બુધેલીયાની નિમણૂક કરવામાં આવી
Next articleકોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રેડક્રોસમાં હેલ્થકેર વોલેયન્ટીયરમાં જોડાવા અપીલ