ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જીલ્લા દ્વારા હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વહિવટીતંત્ર અને જરૂરીયાતમંદ દર્દીઓને મદદ રૂપ થઇ શકાય તે હેતુથી ઇમરજન્સી મેડીકલ ટીમ અને હેલ્થકેર વોલેયન્ટીયર તૈયાર કરવાનું આયોજન કરેલ હોય જેમાં ફસ્ટ એઇડ કરેલ, હેલ્થકેર અટેન્ડનટ, ધો.૧૨ પાસ હેલ્થકેર ફિલ્ડમાં કામના અનુભવી આ દરેક ટીમને કોરોના મહામારીની તાલીમ આપી અને અમુલ્ય માનવમુલ્ય જીદંગી બચાવવામાં મદદ કરી શકીએે તે હેતુથી આ ટીમને તૈયાર કરી સેવામાં જોડાશે. જેમાં જોડાવા ઇચ્છુંક ૧૮ વર્ષથી ૪૫ વર્ષ સુધીના ભાઇઓ તથા બહેનો અને હોસ્પિટલમાં કામ કરેલ કે કરી રહ્યા હોય તેવા અનુભવી વ્યકિતઓ, આયાબેન તરીકે કામ શકે તેવા બહેનો વગેરેને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર, દિવાનપરા રોડ, ભાવનગર સંપર્ક કરવા અને નામ નોંધવવા અનુરોધ કરવામાં આવે છે. સેવા આપનારને કોરોના વેરીયર તરીકેનું પ્રમાણપત્ર તથા માનવ વેતન એનાયત કરવામાં આવશે.