રાજ્યના માહિતી નિયામક તરીકે અશોક કાલરીયાએ આજે પદભાર સંભાળ્યો હતો. તેઓ ૧૯૮૯ની બેચમાં નાયબ કલેકટર તરીકે સનદી સેવામાં હાજર થયા હતા. કાલરીયા આ પહેલાં પોરબંદર કલેકટર તરીકે કાર્યરત હતા.
માહિતી નિયામક અશોક કાલરીયાએ સૌરાષ્ટ્રના ગિર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ-દ્વારકા જિલ્લાઓમાં વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવી છે.