ઉમરાળા ખાતે આજે ઓન લાઈન વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરાશે

645

ઉમરાળા ગામના ભાષા શિક્ષક દિવ્યાંગભાઈ પરમારે દ્વારા ૨૩ એપ્રિલના રોજ ઓનલાઈન વિશ્વ પુસ્તક દિનની ઉજવણી જેના હાથમાં હોય પુસ્તક સંગીન તેનુ જીવન બનશે રંગીન અંગ્રેજી ભાષાના મહાકવિ વિલિયમ્સ શેક્સપિયરનો તારીખ ૨૩ અપ્રિલના રોજ જન્મદિવસ છે ત્યારે લોકો સાહિત્ય વાંચન માટે પ્રેરાય એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને યુનેસ્કો દ્વારા ૧૯૯૫થી વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે કન્યાશાળા, ઉમરાળા દ્વારા ભાષા શિક્ષક દિવ્યાંગભાઈ પરમારે ઓનલાઈન વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરવાનું આયોજન હાથ ધર્યું છે પુસ્તકોનો માનવજીવન પર ગહેરો પ્રભાવ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જ્હોન રસ્કિનના UN TO THE LAST પુસ્તકમાંથી સત્યાગ્રહ કરવાની પ્રેરણા મળી હતી મહામાનવ ર્ડો.બાબા સાહેબનો પુસ્તક પ્રેમ જાણીતો છે.
આ દિન વિશેષ કાર્યક્રમમાં શિક્ષક દિવ્યાંગભાઈ પરમારે બાળકોને પ્રેરણા,ઉપદેશ અને બોધ મળે તેવા પુસ્તકોની સમીક્ષા કરશે. તદુપરાંત પુસ્તક મારો પરમ મિત્ર વિષય પર લખેલ નિબન્ધનું પણ વાંચન કરવામાં આવશે આ દિન વિશેષ કાર્યક્રમમાં કન્યાશાળા, ઉમરાળાની ધોરણ ૬ થી ૮ની દીકરીઓ લિંક દ્વારા જોડાશે ચાલો,આપણે સૌ સનકલ્પ કરીએ,હું એવા પ્રભાવ શાળી પુસ્તકો વાંચુ,જેથી હું ન રહું માનવી જન્મે છે ત્યારથી જ તે વાચક હોય છે બાળક પોતાનાં માતાના ખોળામાં સૂતું હોય ત્યારે તે માતાનો ચહેરો વાંચે છે અને પછી એ વાંચન ભૂખ્યાં માનવને વાંચન પૂરું પાડવું તે માતા,પિતા અને શિક્ષકની ફરજ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર ભારે જહેમત ઉઠાવી રહ્યો છે તારીખ ૨૩ના રોજ ૪ઃ૦૦ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

Previous articleકોરોનાના દર્દીઓની સેવા માટે સર ટી. હોસ્પિટલમાં પોર્ટેબલ ક્રાયો લિક્વિડ ઓક્સિજન ટેંક લગાવાઇ
Next articleભાવનગરની બજારમાં ફળોના રાજા કેરીનું આગમન, સોસિયા, જેસર અને તળાજામાંથી આવક શરૂ