ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલ બાલમંદિર પર માનવ સેવા ગ્રુપ દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે પાવડરની પોટલીઓ બનાવી આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક રીતે ઓક્સિજન લેવલ જળવાઈ રહેવાની પૂર્વધારણા સાથે સંસ્થા આ કાર્ય કરી રહી છે. વલ્લભીપુર તાલુકાના માનવ સેવા ગ્રુપ દ્વારા જણાવ્યું હતું કે આ કોરોના સામે રક્ષણ મેળવવા માટે અમે આયુર્વેદિક ઔષધીની પોટલીઓ બનાવી અમારા ગામમાં વિતરણ કરવામાં આવ્યું છે જેને લીધે કોરોના સામે રક્ષણ મળી રહે એ માટે તમે દર ૧૦-૧૫ મિનિટ ના અંતરે આ પોટલી સુંઘી કોરોના સામે રક્ષણ મળશે,આયુર્વેદિક ઔષધી આપવામાં આવે છે. જેમાં દર્દી ઊંડા શ્વાસથી ગ્રહણ કરતા શ્વસન તંત્રને જંતુ રહિત કરવામાં મદદ રૂપબની રહેશે. તેવા ઉદેશ સાથે આપવામાં આવી રહી છે. લોકોના સ્વાસ્થ્ય સુધરે અને લોકોને વાઈરસ સામે રક્ષણ માટે બનાવવામાં આવી રહી છે. પ્રાકૃતિક રીતે ઓક્સિજન લેવલ જળવાઈ રહે છે,આ માનવ સેવા ગ્રુપના નિકુંજભાઈ લંગાળીયા, પ્રકાશભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગોહેલ, સંદીપભાઈ ગોહેલ, ભાવુભાઈ વાધેલા, અનોપસિંહ ગોહિલ, વિક્રમભાઈ તથા મિત્ર મંડળ ના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.