કોરોના સંક્રમણને અટકાવવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છીક લોકડાઉન

662

કોરોના મહામારીમાં લોકોના આરોગ્ય માટે તંત્ર અને સંસ્થાઓના પ્રયાસોથી કયાંક બે-ત્રણ દિવસ તો કયાંક અડધો દિવસ બંધ રખાશે ેહાલની કોરોનાની મહામારીનો બીજો રાઊન્ડ શરૂ છે ત્યારે કોરોનાના વર્તમાન ભયજનક સંક્રમણને નાથવા અને કોરોનાની સાંકળ તોડવા તંત્ર અને સંસ્થાઓ દ્વારા તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં બે ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન તો કયાંક અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
તળાજા શહેર તાલુકામાં દિવસે દિવસે કોરોના સંક્રમીતોનાં આંકડા વધતા જાય છે. તેને રોકવા તળાજા ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા વિવિધ વેપારી મંડળ અને સમાજનાં આગેવાનોની બોલાવાયેલ બેઠકમાં ચર્ચા દરમિયાન તળાજામાં વેપારીઓનાં લોકડાઉન માટે કોઇપણ પ્રકારની સર્વ સહમતી ન સધાતા સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લઇ શકાયો નહી. જોકે આ સમયે તળાજા સુવર્ણકાર એસો દ્વારા આગામી ૩૦ એપ્રીલ સુધી સોના-ચાંદીની દુકાનો સવારનાં ૭ વાગ્યાથી બપોરનાં ૩ વાગ્યા સુધી જ ચાલુ રાખી ત્યારબાદ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
સિહોર પંથકમાં વધતાં જતાં કોરોનાના કેસને કારણે ટાણા ગામે આગેવાનો,વેપારીઓની ગ્રામ પંચાયતના ઉપક્રમે મિટિંગ મળેલ. જેમાં તા.૨૩,૨૪,૨૫ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવેલ. તેમજ તા.૨૬થી ૩૦ એપ્રિલ સુધી સવારના ૬ કલાકથી બપોરના ૧ વાગ્યા સુધી જ વેપાર ધંધા, ઉધોગ ચાલુ રહેશે. ટાણાના ગ્રામજનોને આ મહામારીમાં સહકાર આપવા ગ્રામ પંચાયત દ્વારા અનુરોધ કરાયો છે. પાલિતાણામાં નગર પાલિકા અને વેપારીઓની મળેલ મિટીંગમાં તા.૨૪-૨૫ શનિવાર અને રવિવાર આખો દિવસ દુકાનો અને ધંધા રોજગાર સદંતર બંધ રાખવા નકિક કરાયું છે.

Previous articleરેપીડ ટેસ્ટ માટે ભારે ગીર્દી
Next articleસરકારની સહાય મેળવી બોટાદના ખેડુતે શક્કર ટેટીની ખેતીમાં તગડો નફો કર્યો