સમાજનો યુવા વર્ગ જાહેર જીવનમાં ઘટતા સારા-નરસા તમામ અનુભવો ગમો-અણગમો આધુનિક લાઈફ સ્ટાઈલના આધારે દર્શાવવામાં માહેર બન્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાની કાર્યકુશળતા લાઈફ સ્ટાઈલને લઈને વિરોધીઓમાં પણ ચર્ચાનું સ્થાન પામ્યા છે ત્યારે યુવા વર્ગમાં વડાપ્રધાન આજે પણ લોકપ્રિયતાના પ્રથમ સ્થાને છે. તાજેતરમાં અમદાવાદ ખાતે જાપાનના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન યોજનાનું ખાતમુર્હુત કર્યું હતું. આ બાબતને યુવા વર્ગે સહર્ષ સ્વીકારી નવલા નોરતામાં પોતાની ખુશી જાહેર કરવા મુક કલાનો સહારો લીધો હતો અને અંગ પર (શરિર પર) હંગામી ધોરણે છુદણા (ટેટુ) ચિતરાવી પોતાની અભિવ્યક્તિ જાહેર કરી છે.