રાજુલા ખાતે ભાજપનો સ્થાપના દિન ઉજવાયો

782
guj742018-4.jpg

આજે ભાજપનો ૩૯મો સ્થાપના દિન વાલ્મીકીવાસના રામજી મંદિરે ઉજવાયો. જેમાં જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, રાજુલા શહેર મહામંત્રી મહેશગીરી ગોસ્વામી, બાબુભાઈ વાણીયા, રાજુલા નાગરીક બેન્ક ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી,  યુવા ભાજપ તાલુકા પ્રમુખ હર્ષભાઈ વસોયા, હિંમતભાઈ જીંજાળા, અશોકભાઈ ધાખડા, અજયભાઈ ધાખડા, રવિભાઈ બલદાણીયા, ડોક્ટર હિતેશભાઈ હડીયા, નાગજીભાઈ જીંજાળા, પરેશભાઈ લાડુમોર, રાજુભાઈ લાડવા, અમીતભાઈ બાબરીયા અને ગૌતમભાઈ મોડાસીયા આઈ.ટી. સેલ ઈન્ચાર્જ, જાફરાબાદ સહિત ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી વાલ્મીકી સમાજના આગેવાનો તેમજ વાસના બહોળી સંખ્યામાં નાગરીકો ભાજપની પરંપરાની અજાણ તેવા વાલ્મીકી સમાજને ભાજપની વિચારધારા સર્વનો સાથ સૌનો વિકાસ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી તેમજ બાબાસાહેબ આંબેડકરને પણ યાદ કરી કહેલ કે બાબાસાહેબ શાંતિપ્રિય હતા અને આખા દેશને પણ તે શાંતિના માર્ગે ચાલતા રાહ ચીંધેલ અને વધુમાં રવુભાઈ ખુમાણે કહેલ કે બાબાસાહેબ કોઈ એક જ્ઞાતિ માટે નથી. હિન્દુ સમાજની અઢારેય જ્ઞાતિના રાહ ચીંધનારા હતા અને અહિંસક માર્ગે જ ચાલવાનો સંદેશો આપતા ગયા જેનો અમુક રાજકિય મત બેન્કો માટે વિપરીત માનસથી એક તરફીય બાબાસાહેબ જેવા મહાન વ્યક્તિને રાજકિય રોટલા શેકવા એક તરફી બતાવી દઈ અંગ્રેજી નીતિ ભાગલા કરો અને રાજ કરો જેવી માનસિક્તા ઠોકી બેસાડી તેઓ બૌધ્ધ ધર્મના ચાહક હતા અને બૌધ્ધ ધર્મના હિંસા જેવો શબ્દ જ નથી.

Previous articleબાબરીયાધારની જોલાપરી નદીનો પુલ તાત્કાલિક રીપેરીંગની માંગણી
Next articleરાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોની આધ્યાત્મિક ખેતી વિશે શિબિર યોજાઈ