ભાવનગરના પાલિતાણા-વડીયા રોડ પર જીઆઈડીસીના ગોડાઉનમાં આગ

297

ભાવનગર જિલ્લાના પાલીતાણા વડીયા રોડ પર જીઆઈડીસીમાં આવેલ મોમાઈ ટ્રેડર્સના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક વિકરાળ આગ લાગી હતી આ આગ પાલીતાણા ફાયર ઘટનાસ્થળે દોડી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાને કારણે ગારીયાધાર ફાયર ફાઈટર પણ સાથે જોડાઈ ઘટના સ્થળે દોડી જઈ પાણી નો મારો ચલાવ્યો હતો,પાલીતાણા ફાયરના મયંકભાઈ એ જણાવ્યું હતું કે પાલીતાણા વડીયા રોડ જીઆઇડીસીમાં મોમાઈ ટ્રેડર્સ વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી, આ આગમાં ચાર વોટર બ્રાઉઝર તથા બે નાની ગાડીઓ સહિત અંદાજે ૫૦,૦૦૦ લીટર પાણી છંટકવા કર્યો હતો, આ આગમાં બંને પાલીતાણા ફાયર સ્ટાફ અને ગારીયાધાર ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પાણી નો મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આ આગમાં શીંગ,ચણા અને કપાસિયા ખોળ સહિતનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, અને લાખો નું નુકશાન થયું હતું, આ આગનું કારણ જાણવા મળેલ નથી, આ ઘટના ના પગલે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા.પાલીતાણા અને ગારીયાધાર ફાયરના સ્ટાફ દ્વારા કલાકો ની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી અને આ આગ માં ફાયર સ્ટાફમાં મયંકભાઈ ઉપાધ્યાય, જયરાજસિંહ, રાહુલભાઈ, તથા બાલાભાઈ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગર શહેરમાં કોરોનાનો કહેર વધતા દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા શહેર કૉંગ્રેસની માગ
Next articleઆર.ટી.પી.સી.આર. કોવિડ-૧૯ દર્દીને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે વોર્ડ વાઇઝ સંજીવની આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યાં