આર.ટી.પી.સી.આર. કોવિડ-૧૯ દર્દીને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી દરેક વોર્ડ વિસ્તારમાં એક સંજીવની આરોગ્ય રથની શરૂઆત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
આ સંજીવની આરોગ્ય રથ આર.ટી.પી.સી.આર. પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટના આધારે સંજીવની આરોગ્યની ટીમ ઘર મુલાકાત લેશે તથા જો કોઈ આર.ટી.પી.સી.આર. પોઝિટિવ વ્યક્તિ પોતાનો રિપોર્ટ કોન્ટેક નંબર સાથે પોતાના રહેઠાણની વિગતો આરોગ્ય સંજીવની રથના આરોગ્ય કાર્યકરને વિગતો આપશે તો સંજીવની આરોગ્ય રથની ટીમ દર્દીની સ્થિતિ અને ગંભીરતાને ધ્યાનમાં લઇ પ્રાથમિકતા આપી રૂટ પ્લાન બનાવીને મળેલ વિગત અનુસાર ઘરે જઈને પ્રાથમિક આરોગ્ય તપાસ અને પ્રાથમિક આરોગ્ય સેવા આપશે.
આ સંજીવની આરોગ્ય રથ ૯ઃ૦૦ થી બપોરે ૧ઃ૦૦ અને બપોરે ૩ઃ૦૦ થી સાંજે ૬ઃ૦૦ સુધી શહેરના તમામ વોર્ડમાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંપર્ક કરી સંજીવની આરોગ્ય રથની સેવા લઇ શકશે.