ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની આજુબાજુના વિસ્તારમાં સર ટી હોસ્પિટલ, બીમ્સ સહિત ઘણા હોસ્પિટલો આવેલ છે. કોરોનાના દર્દીઓના સગા-સ્નેહીઓ માટે વિસામો બનાવવામાં આવેલ, આ વિસામામાં મોબાઈલ ચાર્જ કરવાના પોઇન્ટ પંખા, ગાદલા, ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ. આજ તારીખ ૨૪ એપ્રિલથી બધાના જમવાની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવેલ. જેની મુલાકાતે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મંત્રી યોગેશભાઈ બદાણી, સહિત ભારતીય જનતા પાર્ટી ના શહેર સંગઠને મુલાકાત લીધેલ અને વ્યવસ્થા નિહાળી હતી, તેમ શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહ કન્વીનર તેજસ જોશીની યાદી જણાવે છે.