દિલ્હીમાં ૧૮ વર્ષથી વધુની વયને ફ્રી રસી આપવા જાહેરાત

371

(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૨૬
દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા કોરોનાના સંકટ વચ્ચે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ૧૮ વર્ષથી વધારે ઉંમર ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે રાજ્ય સરકારે ૧.૩૪ કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે અને ૧ મેથી દિલ્હીમાં મોટા પાયે વેક્સિનેશનનું કામ કરવામાં આવશે.કેજરીવાલે વેક્સિન ઉત્પાદકોને વિનંતી કરતા કહ્યું હતું કે, કેન્દ્ર, રાજ્ય અને પ્રાઈવેટ હોસ્પિટલોને સરખી કિંમતે વેક્સિન મળવી જોઈએ. જો વેક્સિન ઉત્પાદકો એવો દાવો કરતા હોય કે, ૧૫૦ રૂપિયાની વેક્સિનમાં પણ ફાયદો થઈ રહ્યો છે તો પછી અલગ-અલગ કિંમતો શા માટે રાખવામાં આવી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ વિનંતી કરી હતી કે, નફો કમાવવા માટે આખી જિંદગી પડી છે. આ સંજોગોમાં રાજ્ય સરકારોને પણ ઓછી કિંમતે વેક્સિન મળવી જોઈએ. કેન્દ્ર સરકારે આ મામલે દખલ કરવી જોઈએ. અરવિંદ કેજરીવાલે ટૂંક સમયમાં જ દિલ્હીમાં બેડની સંખ્યા વધારી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

Previous articleચૂટણી પંચનાના ઓફિસરો પર હત્યાનો કેસ દાખલ કરો : મદ્રાસ હાઇકોર્ટ
Next articleવિશ્વપ્રસિધ્ધ સાળંગપુર, શહેરના ગોળીબાર, ઝાઝરીયા મંદિર ખાતે હનુમાન જયંતીની સાદાઈથી ઉજવણી કરાઈ