રંઘોળા પાસે તાજેતરમાં સર્જાયેલ અકસ્માતનો ભોગ બનનારાના મોક્ષાર્થે ભાગવત કથાનું ગત સોમારથી આગામી રવિવાર દરમિયાન આયોજન થયું છે. વકતા ભોલાનાથજી શાસ્ત્રી મોક્ષદાત્રિ ભાગવત કથાનું સુંદર શ્રવણ કરાવી રહ્યા છે. આ દુર્ઘટનાની આજે માસિક તિથિ નિમિત્તે રકતદાન શિબિર યોજાઈ હતી. રંઘોળા ગામ સમસ્ત તથા શ્રી મુનિ આશ્રમ સેવક સમુદાય – હડમતિયા દ્વારા સુંદર પ્રસાદ આયોજન ગોઠવાયેલ છે.