(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭
કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે ચૂંટણી પંચે અગત્યનો નિર્ણય લીધો છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ ૨ મેના રોજ જાહેર કરાશે. એવામાં ચૂંટણી પંચે પરિણામો બાદ કોઇપણ પ્રકારના વિજય સરઘસ કે જશ્ન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોનાના વધતા સંકટની વચ્ચે ચૂંટણી પંચે આ આકરો નિર્ણય લીધો છે. પરિણામ બાદ કોઇપણ ઉમેદવાર માત્ર બે લોકોની સાથે જ પોતાની જીતનું સર્ટિફિકેટ લેવા જઇ શકે છે.
આપને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરળ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો ૨ મેના રોજ જાહેર કરાયા છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પૂરી થઇ ગઇ છે જ્યારે બંગાળમાં એક તબક્કાનું વોટિંગ બાકી છે. એવામાં ચૂંટણી પંચની તરફથી આ અગત્યનો નિર્ણય લેવાયો છે.
કોરોના સંકટ છેલ્લાં કેટલાંક દિવસથી ખૂબ જ વધ્યું છે. એવામાં ચૂંટણી રેલીઓમાં ઉમટેલી ભીડ પર સતત પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા. બંગાળમાં સાતમા તબક્કાના મતદાન પહેલાં ચૂંટણી પંચે મોટી રેલીઓ, રોડ શો અને પદયાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. રાજકીય પક્ષોને વર્ચુઅલ સભાઓ કરવાની અપીલ કરી હતી.
સાથો સાથ વોટિંગના ૭૨ કલાક પહેલાં જ પ્રચાર બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એવામાં વહવે જ્યારે વોટિંગ ખત્મ થવાના છે તો ચૂંટણી પંચની તરફથી કાઉન્ટિંગ ડેની તૈયારી કરાય રહી છે.
કોરોનાના વધતા સંકટની વચ્ચે પાછલા દિવસોમાં જ મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચને ખખડાવ્યું હતું. મદ્રાસ હાઇકોર્ટે એક અરજી કરી સુનવણી દરમ્યાન કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર માટે સંપૂર્ણપણે ચૂંટણી પંચ જવાબદાર છે. ચૂંટણી પંચે કોઇપણ પ્રકારની ચૂંટણી સભા પર પ્રતિબંધ મૂકયો નહોતો. જેમાં મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ એકત્રિત થઇ રહ્યા હોય. સાથો સાથ હાઇકોર્ટે કહ્યું હતું કે ૨ મેની ગણતરી માટે આખો પ્લાન તૈયાર કરવામાં આવે. જો આ દિવસે કોઇપણ પ્રકારની ચૂક થઇ તો કોર્ટ કાઉન્ટિંગ પર જ પ્રતિબંધ મૂકી દેશે.
Home National International હાઇકોર્ટે ખખડાવ્યા બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ૨ મેના રોજ વિજય સરઘસો નહીં...