પાલીતાણાના ડુંગરપુર ગામે ભાગવત કથાનું આયોજન

819
bvn742018-2.jpg

પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામે ભાગવત મહોબત ખતે સપ્તાહનું ડુંગરપુર ગામના સર્વ સમાજના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજ કોઈપણ ના જાતના ભેદભાવ વગર આ ભાગવત સપ્તાહનું આયોજન ગામ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે ભારત દેશમાં કોમવાદ વધ્યો છે ત્યારે આ ઉમદા ઉદાહરણ ડુંગરપુર ગ્રામજનો ભાગવત સપ્તાહનું આયોજન કરીને પુરૂ પાડ્યું છે. જ્યારે આ સપ્તાહનો અને ભોજનનો લાભ ગ્રામજનો પ દિવસથી લઈ રહ્યાં છે અને ડુંગરપુર ગામ દ્વારા કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પુરૂ પાડે છે. વ્યાસાસને કથાકાર રમેશભાઈ શુક્લ કાળભૈરવ મંદિર પાલીતાણાના મહંત છે અને આ ભાગવત મહોબત ખપે સપ્તાહમાં લોકો મોટીસંખ્યામાં લાભ લઈ રહ્યાં છે.

Previous articleરંઘોળામાં મોક્ષદાત્રિ ભાગવત કથા
Next articleકોઈપણ રાષ્ટ્ર અમન, શાંતિથી જ પ્રગતિ કરી શકે : પૂ. દાદાબાપુ