આ નેશનલ ઇમરજન્સી, કોર્ટ મૂકપ્રેક્ષક ન રહી શકે :સુપ્રિમ કોર્ટ

219

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭
સુપ્રીમ કોર્ટે મંગળવારે કોરોના મહામારીના પ્રબંધન સંબંધિત ઓક્સિજનની અછત અને અન્ય મુદ્દાઓ મામલે સુનાવણી કરી. આ દરમિયાન જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું કે, જ્યારે અમને લાગશે કે લોકોની જિંદગીઓ બચાવવા માટે અમારે હસ્તક્ષેપ કરવો જોઈએ, ત્યારે અમે એવું કરીશું. સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ. રવીન્દ્ર ચંદ્રએ પૂછ્યું કે, સંકટનો સામનો કરાવવા માટે આપની રાષ્ટ્રીય યોજના શું છે? શું કોરોના સંકટનો સામનો કરવા માટે વેક્સીનેશન મુખ્ય વિકલ્પ છે? કોરોના પ્રબંધન પર સ્વતઃ સંજ્ઞાન મામલાની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રીય સંકટના સમયે આ કોર્ટ મૂકદર્શક ન રહી શકે. અમારો ઉદ્દેશ્ય છે કે અમે હાઇકોટ્‌ર્સની મદદની સાથે પોતાની ભૂમિકા અદા કરીએ…હાઇકોટ્‌ર્સની પણ અગત્યની ભૂમિકા છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, આ સુનાવણીનો ઉદ્દેશ્ય હાઇકોટ્‌ર્સનું દમન કરવું કે તેમના કામમાં હસ્તક્ષેપ કરવાનો નથી. તેમની ક્ષેત્રીય સીમાઓની અંદર શું થઈ રહ્યું છે, તેઓ તેના વિશે વધુ સારી રીતે સમજ ધરાવે છે.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, કેટલાક રાષ્ટ્રીય મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની આવશ્યક્તા છે. રાજ્યોની વચ્ચે સમન્વયથી સંબંધિત મુદ્દાઓ હોઈ શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સંકટના સમયે સુપ્રીમ કોર્ટ મૂકપ્રેક્ષક ન હોઈ શકે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, જો ક્ષેત્રીય સીમાઓના કારણે કોઈ મુદ્દાનો સામનો કરવામાં હાઇકોટ્‌ર્સને કોઈ તકલીફ થાય છે તો અમે મદદ કરીશું.
બીજી તરફ, કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઓક્સિજનની અછત અને કોવિડ-૧૯ મહામારીના પ્રબંધન પર કહ્યું કે, અમે સ્થિતિને ખૂબ સાવધાનીથી સંભાળી રહ્યા છીએ. તેઓએ કહ્યું કે હાઇલેવલ કમિટી તેની પર કામ કરી રહી છે અને વડાપ્રધાન પોતે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સોલિસિટર જનરલે કહ્યું કે ઓક્સિજન પ્રબંધનમાં કેરળ કે તમિલનાડુ જેવા રાજ્યોથી સારા રિપોર્ટ પણ છે. એસજીએ કહ્યું કે આ એક રાષ્ટ્રીય મુદ્દો છે અને રાષ્ટ્ર એક સાથે ઊભો છે. આ છછઁ કે ડાબેરી પાર્ટી કે કોઈ અન્ય પાર્ટીનો મુદ્દો નથી.
તેઓએ કહ્યું કે, કેન્દ્ર કોઈ પણ બંધારણીય કોર્ટનો વિરોધ નહીં કરે, ભલે તે હાઇકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ. અમે કોઈના અધિકાર ક્ષેત્ર પર સવાલ ઊભા નથી કરી રહ્યા.
આ ૪ મુદ્દા પર આપવો પડશે નેશનલ પ્લાન
૧. રાજધાની દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં ઓક્સિજન સપ્લાઈની અછત છે. આ કારણે દર્દીઓનાં મૃત્યુ થઈ રહ્યાં છે.
૨. સમગ્ર દેશમાં ૧ મેથી વેક્સિનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે, જોકે રાજ્યોમાં વેક્સિનની અછત છે.
૩. કોરોનાની સારવારમાં ઉપયોગમાં આવનારી દવાઓની દરેક રાજ્યોમાં અછત છે.
૪. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકડાઉન લાગવવાનો અધિકાર કોર્ટની પાસે ન હોવો જોઈએ. એ સત્તા રાજ્યો પાસે હોવી જોઈએ.

Previous articleહાઇકોર્ટે ખખડાવ્યા બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ૨ મેના રોજ વિજય સરઘસો નહીં કાઢી શકાય
Next articleકોરોનાનું કેપિટલ બન્યું ભારત, સતત છઠ્ઠા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ કેસ