ભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયા દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે ઇન્જેક્શન સેન્ટર શરૂ કરવાની મંજૂરી માટે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય મંત્રીને પત્ર દ્વારા માંગ કરી છે.ડિલરો પાસે એક પણ ઇન્જેક્શન નથીકેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ પ્રદીપ મહેતાએ જણાવ્યું હતું કે હાલ કંપનીમાંથી નિર્ણય છે કે ૧૯ થી ૩૦ એપ્રિલ સુધી કોઈ ઇન્જેક્શન ડિલરોને મળશે નહીં. પણ દુઃખની વાત એ છે કે ઇન્જેક્શન ગુજરાતની કંપની બનાવે અને બહાર જતા રહે અને ગુજરાતની પ્રજાને મળે નહીં તેનું દુઃખ વધુ લાગે છે. સાથે ગુજરાતની કંપની હોઈ જેને ખૂબ ઓછા ભાવ કરીને હકીકતમાં સેવા કરી છે. શહેરમાં રોજના ૧૫૦૦ આસપાસ ઇન્જેક્શનની માંગ પણ હાલ જે ઇન્જેક્શન નથી તે કેમ નથી તે સમજાતું નથી. પણ રોજની માંગ ૧૦૦૦ થી ૧૫૦૦ ઇન્જેક્શનની છે. તંત્ર આપે છે નથી આપતું ખબર નથી પણ અમારી પાસે ખૂબ ગ્રાહકો આવી રહ્યાં છે. ભાવનગર શહેરમાં રોજના ૧૫૦૦ આસપાસ ઇન્જેક્શનની માંગ છે. પણ ડિલરો પાસે એક પણ ઇન્જેક્શન નથી.ઘણા લોકો દ્વારા સરકારમાં અને તંત્ર પાસે માંગ કરેલી છેભાવનગર મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધરીયા સહિત કેમિસ્ટ એસોસિયેશન સિવાય પણ ઘણા લોકો દ્વારા સરકારમાં અને તંત્ર પાસે માંગ કરેલી છે. પરંતુ કંપનીમાં હાલ ચાલતા અન્ય વહીવટી કાર્યને પગલે રેમડેસિવિર નહિ હોવાનું કેમિસ્ટ એસોસિયેશન પ્રમુખે જણાવ્યું હતું. માંગ ઘણી છે અને દર્દી પણ ઘણા છે ત્યારે ડિલરો સહિત લોક માંગ છે તેને સંતોષમાં આવે તેવી પણ આશા લોકો વ્યક્ત કરી રહ્યાં છે.