સત્યમેવ જયતે ગૃપના સભ્યોએ ૧૨,૦૦૦ નો ફાળો એકઠો કરી માનવસેવા સમિતીને અર્પણ કર્યો

521

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ સામે છેલ્લા વીસ દિવસથી રાણપુર શહેરમાં મુસ્લિમ સમાજના યુવાનોની માનવસેવા સમિતી વિનામુલ્યે(ફ્રી) ઓક્સિજનની બોટલો જરૂરીયાતવાળા તમામ લોકોને પુરી પાડે છે.૨૪ કલાક કોઈપણ નાત-જાતના ભેદભાવ રાખ્યા વિના ૧૦૮ ની જેમ કામ કરતા માનવસેવા સમિતીના સભ્યો રાત કે દિવસ જોયા વગર હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે અને માનવસેવા સમિતીના તમામ સભ્યો રોજા રાખીને પણ લોકોને મફતમાં ઓક્સિજનની બોટલો પુરી પાડી રહ્યા છે.ત્યારે રાણપુર નું સત્યમેવ જયતે ગૃપ ના સભ્યોએ ૧૨,૦૦૦ રૂપિયા ફાળો એકઠો કરી માનવસેવા સમિતીને અર્પણ કરવામાં આવ્યો.
સત્યમેવ જયતે ગૃપમાં તમામ સમાજના સભ્યો છે અને આ સત્યમેવ જયતે ગૃપ દ્રારા માનવસેવા સમિતી ની સેવાકીય કામગીરીથી પ્રભાવીત થઈ ગૃપ માં ફાળો ઉઘરાવી ૧૨,૦૦૦૦ રૂપિયા માનવસેવા સમિતીના સભ્યો ને અર્પણ કર્યો હતો

Previous articleકથાકાર મોરારિબાપુ દ્વારા રાજ્યની પ્રજાને કોરોના વેક્સિન લેવા સલાહ
Next article૨૪ કલાકમાં ૩ હજારથી વધુ મૃત્યુ, ૩.૬૦ લાખથી નવા કેસ