દાઠા તાબેના કેરાળા ગામે રહેતા શખ્સને તડીપારનો હુકમ કર્યો હતો. જેનો ભંગ કરી ગામમાં આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, દાઠા તાબેના કેરાળા ગામે રહેતા ગોવિંદભાઈ કડવાભાઈ નામના શખ્સને પાંચ જિલ્લામાંથી તડીપારનો હુકમ કર્યો હતો. જેનો ભંગ કરી આરોપી ગોવિંદભાઈ કેરાળા ગામે હોવાની પૂર્વ બાતમી આધારે દાઠા પોલીસ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ જઈ ગોવિંદભાઈને ધોરણસર અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ નિલેશભાઈ ગોહિલ, જયરાજસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ સહિત સ્ટાફ જોડાયો હતો.