ભાવનગરના ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીએ સંક્રમિત કર્મચારીઓના ઘરે જઈ જુસ્સો વધારવાનો પ્રયાસો કર્યો

412

વર્તમાન કોરોના મહામારીનાં સમયમાં લોકો એક બીજાનાં ઘરે જવાનું કે મળવાનું ટાળી રહ્યા છે ત્યારે પોતાનાં હાથ નીચે કામ કરતા અને કોરોનાં પોઝીટીવ આવેલા કર્મચારીઓનાં ઘરે જઈને તેમને હિંમત આપવાનું એક ઉદાહરણ રૂપ કાર્ય ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુનિલ પટેલે કર્યુ હતું.
ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકનાં આરોગ્ય વિભાગનાં વિવીધ સેન્ટરોમાં ફરજ બજાવતા અને હાલમાં કોરોનાં પોઝીટીવ આવ્યા છે અને ઘરે સારવાર લઈ રહ્યા છે તેવા કર્મચારીઓનાં નવાપરા, ભીલવાડા, શિશુવિહાર વિસ્તારમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુનિલ પટેલ, તાલુકા સુપરવાઈઝર બી જી પરમાર સહિત અધિકારીઓ તેમનાં ઘરે પહોચ્યા હતા અને કર્મચારી તથા તેમનાં પરિવારજનોને મળીને હિંમત આપી હતી અને તમામ મેડીકલ સહાય આપવામાં આવેલા જેનાં કારણે કર્મચારી તથા તેનાં પરિવારજનો અધિકારીઓની લાગણીથી ભાવવિભોર બન્યા હતા. હાલનાં સમયમાં પોઝીટીવ આવેલા વ્યક્તિની પાસે જતા પરિવારજનો, પાડોશીઓ પણ વિચાર કરતા હોય છે ત્યારે ડીડીઓ અને ટીએચઓનું કર્મચારીને હિંમત આપવાનું આ પગલુ ખરેખર બિરદાવવા લાયક છે.

Previous articleભાવનગરના એક સેવાભાવીએ સ્વખર્ચે સાધનો વસાવી નિઃશુલ્ક સેવા શરૂ કરી
Next articleભાવનગરમાં નિયમોનો ભંગ કરનારા કારખાનેદારો સામે સતત બીજા દિવસે કાર્યવાહી, આજે હીરાના ૯ યુનિટ સીલ કરાયા