ભાવનગરમાં કોરોનાની ચેઈન તોડવા માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા આવશ્યક ચિજવસ્તુ સિવાયની તમામ દુકાનો આઠ દિવસ સુધી બંધ રાખવા જાહેરનામા થકી હુકમ કરવામા આવ્યો છે. તો ઔદ્યોગિક એકમોને ૫૦ ટકા કામદારોની ક્ષમતા અને કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે ચાલુ રાખવાની છૂટ આપવામા આવી છે.પરંતુ, ભાવનગરમાં હીરાના ૯ જેટલા યુનિટોમાં જાહેરનામાનો ભંગ થતો હોવાનુ માલૂમ પડતા તંત્ર દ્વારા સીલીંગની કાર્યવાહી કરવામા આવી હતી. ગઈકાલે પણ તંત્ર દ્વારા જાહેરનામાનાં ભંગ બદલ દુકાનો, શો-રૂમ સહિત ચાર પેઢીઓ સીલ કરી હતી ત્યારબાદ આજે બપોરે સરીતા સોસાયટીમાં હીરાના કારખાનાં નિયમો વિરુદ્ધ ધમધમતા હોવાથી બાતમીનાં આધારે પોલીસ અને કોર્પોરેશનની ટીમો ત્રાટકી હતી અને જાહેરનામાનો ભંગ કરી ચાલુ રહેલા હીરાનાં કારખાનામાંથી કારીગરોને બહાર કાઢી કારખાના સીલ કરવામાં આવ્યા હતા.
જેમાં મારુતિ ઇમ્પેક્સના ૩ યુનિટ, મુંઝાની જેમ્સના ૨ યુનિટ, ગોટી જેમ્સના ૪ યુનિટ સરિતા સોસાયટીમાં ચાલુ રખાયેલા ત્રણ હિરાનાં મોટા યુનિટો ચાલુ રાખતાં આજે કોર્પોરેશને અધિકારીઓ અને પોલીસ દ્વારા કુલ ૯ જેટલા યુનિટો બંધ કરાવી સીલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.