ભાવનગર શહેરમાં એક કરુણાંતિકા સર્જાઇ હતી જેમાં માતાનું ટૂંકી બીમારી બાદ મૃત્યુ થતા પુત્ર માતાનો વિરહ જીરવી નહી શકતા માતાની પાછળ પુત્રે પણ અનંતની વાટ પકડી આ સમગ્ર ઘટનાને લઇ પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતું પરંતુ પત્ની અને પુત્રી મક્કમ બની પિતાના અંતિમ સંસ્કાર કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જોકે બે દિવસના ગાળામાં માતા અને પુત્રના નિધન થતા પત્ની અને પુત્રીને કલ્પા ત કરતા છોડી ગયા છેભાવનગર શહેરના હિલડ્રાઇવ ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતા ઇન્દિરાબેન મણિયાર શહેરની વિશુદ્ધાનંદ શાળામાં પ્રિન્સિપાલ પદેથી તાજેતરના વર્ષોમાં નિવૃત થયા છે. દરમિયાનમાં ઇન્દિરાબેનનું ટૂંકી બીમારી બાદ ત્રણ દિવસ પહેલા જ નિધન થયું હતું. દરમિયાનમાં ભાવનગર શહેરના ખ્યાતનામ ઓપ્ટીશિયન નિલેશભાઈ મણિયાર પોતાની માતાની અંતિમ વિધિ પૂર્ણ કરી વિરહમાં ગરકાવ થઇ ગયા હતા માતાના મૃત્યુ બે દિવસ બાદ નિલેશભાઈ મણિયારને હૃદયરોગનો હુમલો આવતાં ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું આમ માતાના વિરહમાં પુત્રે માત્ર બે દિવસના અંતરે અનંતની વાટ પકડી હતી પરંતુ આ યુવાનના નિધનથી તેમના પરિવાર પણ જાણે કે આભ તૂટી પડયું હતું અને પત્ની અને પુત્રી કલ્પાંત કરવા લાગ્યા હતા. ત્રણ ત્રણ બહેનોના એકના એક ભાઈએ અનંતની વાટ પકડતા બહેનોનું રુદન રોકાતુ નથી પરિવારમાં થયેલા બબ્બે નિધનને કારણે પરિવાર શોકમગ્ન બન્યો હતો પણ પત્ની કૃતિબેન અને માત્ર ૧૭ વર્ષની પુત્રી આસ્થાએ મક્કમ બની પિતાને કાંધ આપી ભીની આંખે અગ્નિદાહ પણ આપ્યો હતો… માત્ર ત્રણ દિવસના અંતરમાં પરિવારમાં થયેલા બબ્બે નિધનથી પરિવાર પર દુઃખના વાદળો છવાયા છે તેમજ માતાના વિરહ માં પુત્રએ માત્ર બે જ દિવસમાં અનંતની વાત પકડી ત્યારે નિલેશભાઈ મણિયારની પુત્રી આસ્થાએ પિતાને અગ્નિદાહ આપી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે પુત્રી પુત્ર સમી બની પિતાને અગ્નિ દાહ અર્પણ કર્યો હતો.