ભાવનગર શહેરમાં મિલ્કતવેરામાં ૧૦ ટકા રિબેટ આપવાની યોજના એક મહિનો લંબાવવામા આવી

566

ભાવનગર મહાપાલિકાની કારોબારી સમિત્તીની બેઠક આજે ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વર્તમાન કોરોના મહામારીની સ્થિતિમાં મહાપાલિકા દ્વારા મિલ્કત વેરામાં એપ્રીલ માસમાં અપાયેલ ૧૦ ટકા રિબેટ યોજનાનો લોકો પુરો લાભ લઇ શક્યા નથી આથી તેને એક મહિનો લંબાવવાના અધ્યક્ષ સ્થાનેથી કરાયેલા ઠરાવથી મંજુર કરવામાં આવ્યો હતો.
ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ઘામેલીયા એ વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત જુનિ કર પધ્ધતિના એક સાથે ચાર વર્ષનાં બાકી નાણા ભરનારને વ્યાજ માફી યોજનાની મુદતમાં પણ એક મહિનાનો એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જ્યારે તમામ પીએચસી સેન્ટરની રૂ. બે – બે લાખ ફાળવવા, ધન્વંતરી રથની સમય મર્યાદા વધારવા, ઉપરાંત આઉટસોર્સીંગથી રાખેલા કર્મચારીઓની મુદતમાં વધારો કરવા સહીતના વધારાના છ ઠરાવો કારોબારી બેઠકમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. મહાપાલિકાની કારોબારીની બેઠકમાં લીજ પટ્ટા, રોડ, સહાય, સહિતના અલગ અલગ ૩૩ ઠરાવો રજુ કરવામાં આવ્યા હતા.જે તમામ ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ૬ ઠરાવો જેમાં મુખ્યત્વે મિલ્કત વેરામાં ૧૦ ટકા રિબેટ તથા ઓનલાઇન ૨ ટકા મળી ૧૨ ટકા રિબેટ આપવાના આજે છેલ્લો દિવસ હોય તેની મુદત એક મહિનો વધારી ૩૧મે કરવામાં આવી છે.
જ્યારે મે માસમાં આપવાના થતા પાંચ ટકા રિબેટની યોજનાને પણ એક મહિનો લંબાવી ૩૦ જુન કરવામાં આવી છે. આમ, આજની કારોબારી બેઠકમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.

Previous articleદિવ્યાંગ પીડિતો અને સાક્ષીઓના નિવેદનોને નબળા ગણી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ
Next articleલોકસંસાર દૈનિકમા જનરલ નોલેજ કોલમના લેખક જરજીસ કાઝીનુ નિધન