લોકસંસાર દૈનિકમા જનરલ નોલેજ કોલમના લેખક જરજીસ કાઝીનુ નિધન

695

ભાવનગરથી પ્રસિધ્ધ થતા લોકસંસાર દૈનિકમા જનરલ નોલેજ નામની કોલમ શરૂ કરીને હજારો વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપીને ઉચ્ચ કારકીર્દી ઘડાવવા ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાનુ માર્ગદર્શન આપી અનેક લોકોને સરકારી નોકરી અપાવવામાં નોંધપાત્ર ફાળો આપનાર જરઝીસ કાઝી સાહેબનુ આજે અવસાન થયેલ છે. સામાજીક સેવા સાથે લોકોને શૈક્ષણિક માર્ગદર્શન આપી કારકિર્દીનું ઘડતર કરાવનાર જરજીસ કાઝી શહેરની જાણીતી શિશુવિહાર હાઈસ્કુલના પ્રિન્સીપાલ તરીકે પણ કાર્યરત હતા. આ ઉપરાંત મુસ્લીમ એકતા મંચના ગુજરાત પ્રદેશ શિક્ષણ સમિતિનાં પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા હતા. ભાવનગર મુસ્લિમ સમાજમાં અગ્રસ્થાન ધરનાવનાર અને હર હંમેશ લોકોની સાથે રહી મદદરૂપ થનાર એવા જરજીસ કાજી સાહેબના અવસાનથી મુસ્લીમ સમાજના શોકની લાગણી ફેેલાઈ જવા પામી છે. લોક સંસાર દૈનિકે પરિવારના એક સભ્યને ગુમાવ્યાની હંમેશા ખોટ પડશે. અલ્લાહ તેમને જન્નતમાં આલા મકામ અતા ફરમાવે.

Previous articleભાવનગર શહેરમાં મિલ્કતવેરામાં ૧૦ ટકા રિબેટ આપવાની યોજના એક મહિનો લંબાવવામા આવી
Next articleમોટા ચારોડીયાની મુલાકાત લઇ કલેક્ટર, ડિડીઓએ આરોગ્ય સુવિધાની સમીક્ષા કરી