ભાવનગરના ઈન્દિરાનગર વિસ્તારમાં ભરઉનાળે છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી ના મળતા લોકો પરેશાન

525

શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતા લોકો પીવાનાં પાણી માટે છેલ્લા એક માસથી વલખાં મારી રહ્યા છે કાળઝાળ ગરમી અને કોરોનાની મહામારી માં પિવાનુ પાણી ન મળતાં લોકોની સ્થિતિ કફોડી બની છે.ભાવનગર શહેર માં છેલ્લા ઘણા સમયથી વિવિધ પછાત વિસ્તારોમાં પીવાના પાણીનો “યક્ષ” પ્રશ્ન અકબંધ હોય છે પરંતુ હાલનાં આકરાં ઉનાળામાં અને કોરોનાની મહામારી માં પિવાના પાણીનો પ્રશ્ન ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો માટે જીવ સચોટ (જીવ હોડમાં) મુકવા બરાબર થઈ પડે છે ત્યારે શહેરના પછાત એવાં કુંભારવાડા,આનંદનગર, કરચલીયાપરા, ખેડૂતવાસ, નારી સાથે હાલમાં શહેરના પ્રવેશદ્વાર આખલોલ પાસે આવેલ ઈન્દિરાનગર માં છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી પીવાનું પાણી નથી મળતું પરીણામે લોકો પાણી માટે દરદર ભટકી પાણી લાવી રહ્યા છે. પાણી પ્રશ્ને સ્થાનિકો દ્વારા નપાણીયા-નપાવટ નેતાઓ ના વારંવાર કાન આમળવા છતાં નફ્ટ નઘરોળ નેતા અધિકારીઓ દાદ ન દેતાં આજરોજ સ્થાનિકો મહાનગરપાલિકા કચેરીમાં મેયરને રજૂઆત કરવા જતાં તેઓને અંદર જતાં અટકાવ્યા હતાં અને રજૂઆત પણ કરવા દિધી ન હતી…! અને અંતે ત્રણ ઈન્દિરાનગર વિસ્તારના રહીશો ને જાવા દીધા અને રજુવાત કરી હતી ત્યારે ભાવનગરના મેયર દ્વારા જણાવ્યું તમારા પાણી પ્રશ્ન હલ થઈ જશે.ઈન્દિરાનગર વિસ્તારના રહીશ દ્વારા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા એક મહિના થી પાણી આવતું જ નથી અમે કેટલીય રજુવાત કરી છતાં આજ દિનસુધી નિવાડો આવેલ નથી, અમારા વિસ્તારના બહેનો ને પાણી ભરવા બહાર જવું પડે છે.

Previous articleમોટા ચારોડીયાની મુલાકાત લઇ કલેક્ટર, ડિડીઓએ આરોગ્ય સુવિધાની સમીક્ષા કરી
Next articleગંગાજળીયા તળાવની સફાઈ શરૂ…