શહેરની મધ્યમાં આવેલા ગંગાજળીયા તળાવને કરોડો રૂપીયાનાં ખર્ચે રમણીય સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અને તળાવમાં પાણી ભરેલું છે. પરંતુ કોરોનાં મહામારીનાં કારણે છેલ્લા બે માસથી લોકો માટે પ્રવેશબંધ કરવામાં આવી હોય, અને સફાઈ પણ કરવામાં આવતી ન હોય તળાવનાં પાણીમાં ફરી વનસ્પતિ ગી નિકળી હતી જે અંગેનો અહેવાલ સૌરાષ્ટ્ર આસપાસે પ્રસિધ્ધ કરતા તંત્ર દ્વારા તળાવમાં ઉગી નિકળેલી વનસ્પતિ કાઢવા સહિત સફાઈ કામગીરી શરૂ કરવામાં આવેલ છે.