ભાવનગર શહેર જિલ્લામાં કોરોના મહામારી બેકાબુ બની છે, દિન પ્રતિદીન કોરોના મહામારીના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેવા સંજોગોમાં શહેર જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ પણ સેવાકીય પ્રવૃતિમાં આગળ આવી લોકોને મદદરૂપ થઇ રહી છે. જેના ભાગરૂપે ભાવનગરના રસાલા કેમ્પ વિસ્તારમાં સર્વજ્ઞાતી માટે વિનામુલ્યે ઓક્સિજન બેડ સાથે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ભાવનગર પ્રજાને ખુબજ મદદરૂપ થાય છે સિન્ધુ આઇસોલેશન સેંટર સંત કંવરરામ હાલ રસાલાકેમ્પ જરૂરતમંદ દર્દીઓ માટે કમલેશભાઈ ચંદાની દ્વારા નિઃશુલ્ક ઓક્સિજન બેડ, એમ્બ્યુલેન્સ, અને રાહત દરે દવાઓ ની વ્યવસ્થા. સાથે દર્દીઓ અને એમના પરિજનો માટે ચા, નાસ્તો, મંગ નું પાણી. સરગવાનું જ્યુસ. બન્ને ટાઈમ, જમવાનું, ફ્રુટ જ્યુસ, હળદરનો દૂધ. કુદરતી હવા ઉજાસ સાથે આઇસોલેશન સેંટરમાં દર્દી પોતાના ગમતા ડોકટર પાસે ટ્રીટમેન્ટ કરવી શકાશે. કેર સેન્ટરમાં ૨૪ બેડ સાથેની સુવિધા સુવિધા શરૂ કરવામાં આવી છેે. જેમા ૧૨ ઓક્સિજન સાથે અને ૧૨ આઇસોલેસન સાથેના બેડ સાથે દર્દીઓ માટે વિનામૂલ્યે સુવિધા શરૂ કરવામાં આવી છે.આમ જ્યારે પરિસ્થિતી વિકટ બની રહી છે ત્યારે દરેક સમાજ નાત જાતનો ભેદ ભાવ ભૂલીને માનવ સેવાર્થે આગળ આવ્યા છે.