હાલની કોરોના મહામારીને ધ્યાને લઇ સરકારી તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા પ્રયાસો થઇ રહ્યા છે. લોકો સરકારી ગાઇડ લાઇનનું પાલન નહીં કરતા લોકો સામે પગલા લેવાઇ રહ્યા છે. હાલમાં આગામી ૫મી મે સુધી ભાવનગર બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે છતાં બે ચાની દુકાન, એક હેર સલુન શરૂ રાખી વેપાર ધંધો કરતા હોવાનું માલુમ પડતા તંત્ર દ્વારા ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જેમાં ગઇકાલે શુક્રવારે શહેરના નવાપરા, અબ્દુલાપીરની દરગાહ સામે રફિક અલીભાઈ મહીડા (રહે, નવાપરા,) નામનો શખસ ચાની લારી ખુલ્લી રાખતા મળી આવ્યો હતો. જ્યારે કરચલીયાપરા, આગરિયાવાડ પાસે ટેબલ પર ચાની કીટલી રાખી માસ્ક પહેર્યા વિના ધંધો કરતા ભદ્રેશ ભીખાભાઈ પરમારની ગંગાજળિયા તળાવ પોલીસે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી. આ ઉપરાંત આનંદનગર, સ્લમબોર્ડ, ત્રિકોણિયા બગીચા પાસે યશ હેર સલુન નામની દુકાન ખુલ્લી રાખવા બદલ દર્શન વાઘેલા (રહે, આનંદનગર,) સામે આઈપીસી ૧૮૮ સહિતની કલમ મુજબ ઘોઘારોડ પોલીસે ગુનો નોંધ્યો હતો.