જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓકની બદલી થતા તેના સ્થાને આવેલા વરૂણકુમાર બ્રનવાલે આજે ચાર્જ સંભાળ્યો હતો અને અધિકારીઓ સાથે પરિચય બેઠક કરી હતી. નવનિયુક્ત ડીડીઓએ આપેલી એક મુલાકાતમાં પૂર્વ ડીડીઓના મહત્વના વિકાસકામોને આગળ ધપાવવા ઉપરાંત જિલ્લાના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સહિતની પ્રાથમિક્તા આપવામાં આવશે. તેમણે હાજર થતાની સાથે જ વહિવટી કામગીરી શરૂ કરી દીધી હતી.