સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે કે વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર મુજબ ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત હાઈકોર્ટમા સોગંદનામું કરવામાં આવેલ છે કે કોરોના મહામારીની બીમારી ધરાવતા દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં ઉપરોક્ત બન્ને યોજના હેઠળ વિના મુલ્યે સારવાર મળશે. તેમ જણાવવામાં આવેલ છે. પરંતુ કોઈપણ ખાનગી હોસ્પિટલ આ બન્ને યોજના હેઠળ કોરોના મહામારીની સારવાર વિના મુલ્યે આપતી નથી અને તે માટે આ બન્ને કાર્ડને માન્ય ગણતી નથી. જેથી દર્દીઓ તથા તેના સગાવહાલાઓને એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ ધક્કા ખાવા પડે છે અને હાલાકી ભોગવવી પડે છે. તેથી આ અંગે આપના વિભાગ દ્વારા આ અંગે સત્વરે સ્પષ્ટતા કરવી જોઈએ અને જો કોરોના મહામારીની સારવાર માટે આ કાર્ડ માન્ય ગણવામાં આવતા હોય તો સત્વરે આ અંગેનો પરિપત્ર કરી તમામ હોસ્પિટલોને જાણ કરવી જોઈએ.
હાલની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમા લઇ સત્વરે ઘટતું કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા સદર પત્રમા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે.