મહાપાલિકાના કમિશ્નરનો ચાર્જ સંભાળતા એમ.એ.ગાંધી

894
bvn742018-7.jpg

ભાવનગર મહાનગર પાલીકાના કમિશ્નર તરીકે એમ.એ.ગાંધીએ આજે ચાર્જ સંભાળીને મહાનગર સેવા સદનની કામગીરીનો પ્રારંભ કર્યો છે.
કમિશ્નર મનોજ કોઠારીની બદલી ગાંધીનગર થતા તેમની જગ્યાએ ગાંધીનગર લેવર ડાયરેકટર ગાંધીએ વિધીવત ચાર્જ સંભાળી લઈ વિભાગીય અધિકારીગણની એક મહત્વપુર્ણ બેઠક રાખી અધિકારીઓનો પરિચય અને કામગીરીની વિગતની જાણકારી મેળવી હતી.
ગાંધીએ સેેવા સદન ખાતે પત્રકારો જોડે ટુંકી વાતચિત કરતા તેમણે કોર્પોરેશનનું આવકનું ધોરણ વધારવા અસરકારકની કામગીરી હાથ ધરાશે, આ ઉપરાંત સેવા સદનના જુદા-જુદા પ્રોજેકટોની કામગીરીને વેગવંતી બનાવવા જરૂરી કાર્યવાહીનો તેમણે ઉલ્લેખ કરીને પ્રજાલક્ષી પ્રાથમિક પ્રશ્નોના ઝડપભેર ઉકેલો કરવાની દિશામાં તંત્રને કાર્યરત કરાશે.
ગાંધીએ વિભાગી અધિકારીગણની યોજેલ બેઠકમાં બધાના સહકારથી સેવા સદનનું કામ વિકાસ લક્ષી બનાવવાના સદ્યન પ્રયાસોની પણ વાત  જણાવી હતી.
કમિશ્નર ગાંધીની ઉપસ્થિતીમાં મળેલી વિભાગીય અધિકારીગણની બેઠકમાં નાયબ કમિશ્નર ગોયાણી, ડે.કમિ.રાણા, સીટી એન્જીનીયર ચંદારાણા, વિગેરે સામેલ રહીને કોર્પોેરેશનના વિભાગોની ટુંકી વિગતોથી કમિશ્નરને વાકેફ કર્યા હતા. કમિશ્નર ગાંધીએ અગાઉ પોરબંદર, કચ્છ, દાહોદ કલેકટર તથા અન્ય હોદ્દાઓ પર રહીને કરેલી પ્રસંશનિય કામગીરી અંગે અને હવે ભાવનગર શહેરના સર્વાગી વિકાસ કાર્યોમાં કોર્પોરેશન દ્વારા થતી વિકાસલક્ષી કામગીરીને તેજગતિએ આગળ ધપાવવા તંત્ર જાગૃત રહેશે તેવી તેમણે આશા વ્યકત કરી હતી.

Previous articleડીડીઓ બ્રનવાલે ચાર્જ સંભાળ્યો
Next articleમેજીક રીક્ષા પ્રવેશદ્વાર સાથે અથડાતા ૮ને ઈજા, બે ગંભીર