શહેરના એક સામાજિક કાર્યકરે સર.ટી હોસ્પિટલ સ્થિત કોવિડ વોર્ડમાં ફ્રૂટ વિતરણનું ઉમદા સેવા કાર્ય કાર્ય કર્યું હતું આજરોજ ભાવનગર શહેરના સામાજિક કાર્યકર કિશોરભાઈ ભોજ તથા તેની યુવા ટીમે સર.ટી હોસ્પિટલમાં આવેલ કોવિડ વોર્ડમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું આ સેવાકીય કાર્યોમાં મેયર કિર્તીબેન દાણીધારીયા પૂર્વ મેયર નિમુબેન બાંભણિયા, ભાજપ મહિલા મોરચાના સંગઠન મંત્રી રેખાબેન, વિજયભાઈ પરમાર, સહિતના યુવાનો જોડાયા હતા.