હિલશન પાર્ક ફ્લેટમાં ધોળા દિવસે પોણા બે લાખની ચોરી

810
bvn742018-.jpg

શહેરના કાળીયાબીડ સરદાર પટેલ સ્કુલની પાસે આવેલ હિલશન પાર્ક ફ્લેટમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટકી રોકડ અને દાગીના મળી પોણા બે લાખની મત્તાની ચોરી કરી નાસી છુટ્યાની નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કાળીયાબીડ વિસ્તારમાં હિલશન પાર્ક ફ્લેટમાં રહેતા કાજલબેન ગૌતમપુરી ગોસ્વામી સવારે વેવારીક કામ સબબ બહાર ગયા હતા. તે વેળાએ તસ્કરોએ બંધ ફ્લેટને નિશાન બનાવી તાળા-નકુચા તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા ૭૦ હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી ૧ લાખ ૮૦ હજારની મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. કાજલબેન સાંજે પરત ઘરે આવી જોતા ચોરી થયાનું માલુમ થતા બનાવ અંગે નિલમબાગ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ પંડ્યાએ હાથ ધરી છે.

Previous articleમેજીક રીક્ષા પ્રવેશદ્વાર સાથે અથડાતા ૮ને ઈજા, બે ગંભીર
Next articleગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને નુકસાન