શામપરાના ગ્રામજનો માટે ટ્રૂ શેપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આઇસોલેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવેલ છે. સરપંચ ઉપસરપંચ તથા ગ્રામજનોના સહકારથી શ્યામ પરા પ્રાથમિક શાળામાં સ્થાનિક ઉદ્યોગના મેનેજિંગ ડિરેક્ટર કુતુબભાઈ કપાસી દ્વારા કોવિડ ના પ્રાથમિક લક્ષણો ધરાવતા ગ્રામજનો માટે ગ્લુકોઝ, ઓક્સિજન વિગેરે સુવિધા સાથે સેવાર્થે પ્રાથમિક સારવાર કેન્દ્ર તૈયાર કરવામાં આવેલ છે. આ કેન્દ્રની દેખભાળ ડોક્ટર સબીનબેન મરચન્ટ તથા ઉદ્યોગ ના ડિરેક્ટર શ્રી શબનમ બેન કપાસી અથાગ પરિશ્રમથી સંભાળી રહ્યા છે. શહેર પ્રકારે ગ્રામ વિસ્તારમાં પણ ર્ષ્ઠદૃૈઙ્ઘ ૧૯ની અસર વધી રહી છે તે વચ્ચે ખોડીયાર વરતેજ ના સ્થાનિક ઉદ્યોગો દ્વારા સ્થાનિક પ્રજાના કલ્યાણ માટે તૈયાર કરેલ સુવિધા આવકાર દઇ બને છે. ભાવનગરના અન્ય ઉદ્યોગો પણ પોતાના ક્ષેત્રના વિસ્તાર માટે આવી સુવિધા વિસ્તારએ તો સરકારી દવાખાનાઓની નું ભારણ ઘટી જશે.