ભાવનગર શહેરમાં રાત્રિ કફર્યૂનો અમલ કરવામા આવી રહ્યો છે કોરોનાની ચેઈન તોડવા માટે રાત્રી કરફ્યુની અમલવારી કરવામાં આવી છે. શહેર ના નારી ચોકડી પાસે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.રાજ્યમાં વધતી જતી કોવિડ-૧૯ સંક્રમણ ની વિકટ પરિસ્થિતિ ને ધ્યાને લઈ ને રાજ્ય સરકારે ૨૦ શહેરોમાં રાત્રી કરફ્યુ જાહેર કર્યું છે ભાવનગર શહેર માં પ્રથમ દિવસ થી જ પોલીસે રીક્ષાઓ દોડાવી માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરી રાત્રી કરફ્યુની જાહેરાત અને સરકારી ગાઈડલાઈન તથા માસ્ક નો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, બહારગામ થી આવતા લોકો ને ચેકીંગ કરી ને જ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે પોલીસ એ તમામ એન્ટ્રી પોઈન્ટ પર આવતા- જતાં લોકોની પૂછપરછ કરી ને જ શહેર માં પ્રેવશ કરવા દેવામાં આવી રહ્યો છે.