ભાવનગર ૧૦૮ સેવા એપ્રિલ મહિનામાં જ્યારે કોરોનાં એ માજા મૂકી હતી અને ત્યારે સમગ્ર રાજ્ય ની સાથે ભાવનગર જિલ્લામાં પણ કઈ આવી જ પરિસ્થિતિ હતી અને ગુજરાત અનેક જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સની હોસ્પિટલની બહાર લાઇન હતી અને દર્દીઓ ને ૧૦૮ એમ્બ્યુલન્સ માં જ હોસ્પિટલ બહાર સારવાર આપવામાં આવી રહી હતી.કોરોનાની આવી સ્થિતિમાં ભાવનગર કલેક્ટરની આગેવાની અને સતત મોનીટરીંગ સાથે હોસ્પિટલ અને ૧૦૮ ના સંકલન માં રાખી જે થકી ભાવનગર જિલ્લા એક પણ હોસ્પિટલમાં ૧૦૮ અને હોસ્પિટલ લાઇન લાગવા દીધી ના હતી.
દિવસ રાત ૧૦૮ ની ટિમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.આ માસ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી સાથે ૧૦૮ ના કર્મચારીઓ ત્વરીતા, કટિબદ્ધતા, શિષ્ટા સાથે નમ્રતાપૂર્વક અભિગમ ભાવનગર જિલ્લાના લોકોના દિલમાં વાસી ગયું છે. આ માસમાં અનેક સગર્ભા મહિલા કોરોના ગ્રસ્ત હાલતમાં હતી એમની હોસ્પિટલમાં ખસેડવામાં આવી સાથે ૮ જેટલી સગર્ભા કોરોના ગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સ માં સફળતા પૂર્વક પસુતિ કરવા માં આવી છે આ રીતે માતા અને બાળ મૃત્યુ થતા અટકાવે છે.આ રીતે ભાવનગર ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા રાજ્યની અન્ય જિલ્લાની સરખામણી અવલ રહી અને રાજ્ય ના અન્ય જિલ્લા ને શીખ અને ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી હતી.૧૦૮ ભાવનગર જિલ્લાના નરેશભાઈ ડાભી દ્વારા જણાવ્યું હતું કે મહિનામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં અંનકે ગણો કામગીરીમાં વધારો થયો હતો એપ્રિલ મહિના દરમિયાન ૫૬૭૦ કોરોનાગ્રસ્ત દર્દીઓ ને સેવા આપી છે સાથે તમામ દર્દીઓ ને ઓક્સિજન માટે એક ક્ષણ પણ એવી નથી રહી કે ૧૦૮ એમ્બ્યુલન્સ ઓક્સિજન ઉપલબ્ધ ના હોય આ દર્દીઓ ને હોસ્પિટલના લઈ જતા વખતે ૧૦૯૯ લીટર ઓક્સિજનનું ઉપયોગ માં લેવામાં આવ્યું હતો.