ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયત દ્વારા ચાલતા પાણી પુરવઠા, રોડ-રસ્તાના બાંધકામોના વિભાગો દ્વારા ચાલતા તમામ કામો નબળી ગુણવત્તા થઈ રહ્યા છે તેની રજૂઆત જિલ્લા પંચાયત સદસ્ય હરજીભાઈએ જિલ્લા વિકાસ અધિકારીને કરી હતી.જિલ્લા પંચાયત હસ્તકના શહેર થી ગામડાઓને જોડતા રોડ રસ્તા તેમજ અન્ય બાંધકામો તેની આયુષ્ય ચારથી પાંચ વર્ષની ગેરંટી સાથે નિયમ મુજબ કોન્ટ્રાક્ટ અપાતો હોવા છતાં ચાલતા તમામ બાંધકામો માં નબળી ગુણવત્તા ઓ વાળા કામ થઈ રહ્યા છે, રોડ રસ્તા આમાં ચાર વર્ષ નક્કી થયેલા રસ્તાઓની આયુષ્ય એ પહેલા જ ખરાબ થઈ જાય છે જેને કારણે એકસીડન્ટ તેમજ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હાલ કોરોનાની મહામારી ને કારણે કોરોનાના દર્દી તેમજ અન્ય દર્દી પ્રસૂતિના કેસો જેવા કે ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગારીયાધાર શહેરમાં આવવા માટે ખરાબ રસ્તાઓને કારણે ઇમર્જન્સી હોસ્પિટલમાં સમયસર પહોંચી શકતા નથી અને જેના કારણે દર્દીઓના મોતનો સામનો કરવો પડે છે,આ રજૂઆતમાં રોડ રસ્તા અને બાંધકામોની ગુણવત્તા નામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભ્રષ્ટાચારીઓને અંકુશમાં લેવા માટે તેની સામે કડક પગલાં ભરવા જે તે કર્મચારી અથવા અધિકારીને સુચના આપવામાં આવે, રોડ રસ્તાઓના કામોમાં નિયમાનુસાર મટીરીયલ અને તેની ગુણવત્તા જાળવવાના લેબોરેટરી ટેસ્ટિંગો સહિત નિયમ અનુસાર થતા હોય છે અને ત્યારબાદ જ કામો પૂરા થતાં બિલોની ચૂંટણી થતી હોય છે ત્યારે નવાઈની વાત તો એ છે કે રોડ રસ્તાની સમયમર્યાદા ચાર વર્ષ હોવા છતાં એકાદ વર્ષમાં જ રોડ રસ્તા ને નેસ્ત-નાબુદ થઈ જાય છે જે કામમાં બેદરકારી દાખવવા બદલ જે તે કોન્ટ્રાક્ટર પાસેથી પૂરેપૂરું વળતર વસૂલ કરવા તેમજ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં તેવી માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.