કોરોનાથી બચવાના એકમાત્ર ઉપાય રસીકરણ હોવા છતાંય પણ રસીકરણ બાબતે પણ સરકાર ખુબ ઉદાસીન અને બેદરકારી રહી છે. કોરોનાની ત્રીજી વેવ ન આવે તે માટે ગુજરાતના તમામ નાગરિકોનું સંપૂર્ણ રસીકરણ જરૂરી છે. આમ આદમી પાર્ટીએ માંગ કરેલ કે જલ્દીથી ગુજરાતમાં રસીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને હાલની રસીકરણ પ્રક્રિયા ખુબ જ જટીલ અને અઘરી છે. સામાન્ય લોકો માટે રસીનું રજીસ્ટ્રેશન કરવું કે એપોઇમેન્ટ લેવી ખુબ જ અઘરી છે. આ સમયે રસીકરણ પ્રક્રિયાને વધુ આયોજનબધ્ધ અને સરળ બનાવવી જોઇએ. જેવી રીતે આયોજનના અભાવે કોરોનાના દર્દીઓને બચાવવામાં સરકાર નિષ્ફળ રહી તેવી જ રીતે રસીકરણ બાબતે નિષ્ફળ ન જાય તે માટે પુરતું આયોજન કરવામાં આવે તેવી માંગણી કરાઇ હતી.
જો આ અભિયાનને ઠેસ ન પહોંચતી હોય તો આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ રસીકરણ અભિયાનમાં સરકારને મદદ કરવા માટે તૈયાર અને ઉત્સાહી છે. ગુજરાતને સંપૂર્ણ કોરોનામુક્ત કરવું એ એકમાત્ર લક્ષ્ય સાથે આમ આદમી પાર્ટી આજથી સમગ્ર ગુજરાતમાં રસીકરણ જાગૃતિ અભિયાનની શરૂઆત કરી રહી છે. આ અભિયાનના માધ્યમથી રસી અંગે જનતામાં રહેલી ગેરસમજણ કે અફવાઓ દુર કરી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં મદદરૂપ થવા માંગઈએ છીએ.