શહેર ભા.જ.પા દ્વારા હોમ ક્વોરન્ટાઈન લોકોને ૨૪૦૦૦ ટીફીનો ઘરે પહોંચાડવામાં આવ્યા

914

કોરોનાની મહામારીમાં ઘણાં પરિવારોને હોમ ક્વોરન્ટાઈન રહેવું પડે છે. આવા પરિવારોને મદદરૂપ થવા માટે ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા તા. ૧૩-૦૪-૨૦૨૧ થી તેમના ઘરે, બન્ને ટંકનું ભોજન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર વ્યવસ્થાનું સંચાલન શહેર ભા.જ.પા.ના અધ્યક્ષ શ્રી રાજીવભાઈ પંડ્યા તથા મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી.બી.ચુડાસમા તથા શહેર સંગઠનની ટિમ તેમજ વોર્ડ પ્રમુખ અને વોર્ડ સંગઠન તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ. ટિફિન સેવાને સફળ બનાવવા હેમરાજસિંહ સોલંકી, હિમાંશુ દેસાઈ, મહિપતભાઈ ત્રિવેદી, પ્રાંજલ દેસાઈ, હાર્દિપ જાંબુચા, રઘુભા ગોહિલ સહિતના કાર્યકર્તાઓએ પ્રસંશનીય કહી શકાય તેવી તનતોડ મહેનત કરેલ.
એક મહિના દરમ્યાન એક ટંકના સરેરાશ ૪૦૦ કરતાં વધુ ટિફિન હોમ ક્વોરન્ટાઈન દર્દીઓને પહોંચાડવામાં આવેલ. ભાવનગરના સાંસદ અને ભા.જ.પા. ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી તેમજ ભાવનગરના નવનિયુક્ત પ્રભારી કશ્યપભાઈ શુક્લ અને ડો. ભરતભાઇ બોધરા, મેયર કિર્તિબેન દાણીધરિયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલીયા, વિગેરે આ ટિફિન સર્વિસની કામગેરી નિહાળવા આવેલ અને પ્રોત્સાહિત આપેલ.
કોરોનાના કેસો હળવા પડતાં તેમજ અન્ય સામાજિક સંસ્થાઓએ પણ આવી સેવા આપવાનું શરૂ કરતાં તેમજ આ ટિફિન સર્વિસને એક મહિનો પૂરો થતાં.
આવતી કાલે ૧૨ મે ૨૦૨૧ થી આ સેવાને વિરામ આપીએ છીએ. તેમજ દર્દીઓના સગાઓ માટે જે વિસામાની સેવા શરૂ હતી તે યથાવત શરૂ રાખવામાં આવેલ છે, જેની નગરજનો નોંધ લે. વિપદાના સમયે ભારતીય જનતા પાર્ટી લોકોની સાથે, લોકોની વચ્ચે રહેશે તેમ શહેર ભાજપા પ્રમુખ રાજીવભાઈ પંડયાએ જણાવેલ છે. તેમ ભાવનગર મહાનગરના ભારતીય જનતા પાર્ટીના મીડીયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીએ જણાવેલ છે.

Previous articleરૂા.૩૦માં દર્દીઓને નારિયેળ પાણીની બોટલ પહોંચાડી સેવા કરતા ભાવનગરના જયદેવભાઇ
Next articleબીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બોટાદને ૪૦ ઑક્સીજન કોન્સનટ્રેટર મશીનોનું વિતરણ