ભાવનગર મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરાઈ, લોકોએ ઘરે જ રહીને બંદગી કરી

774

મુસ્લિમ સમાજના પવિત્ર એવા રમજાન માસની ગઈકાલે પુર્ણાહુતી થઈ હતી અને બીજા દિવસે ઈદ ની ઉજવણી આવે છે, ઈદ એ મુસ્લિમ સમાજ નો પવિત્ર તહેવાર છે. ખુદાની બંદગી ઈબાદત અને રોઝા રાખીને સમગ્ર રમઝાન મહિનો રોઝેદારો પૂર્ણ કરે છે અને આજના દિવસે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવે છે, લોકો એ ઘરે જ રહી ને બંદગી કરી ઉજવણી કરી હતી.
ભાવનગરમાં ઇદ-ઉલ-ફિત્રની સાદગીપૂર્ણ રીતે આજે ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે, કોરોના મહામારીને કારણે સાવચેતીના પગલાંરૂપે મસ્જિદોમાં કોઈપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નથી.
ભાવનગર કેસરબાઈ મસ્જિદે રોજેદરો સહિત અને મુસ્લિમ અગ્રણીઓએ લોકોને ઈદની નવા કોવિડના નિયમોનું પાલન કરતા ઘરે જ અદા કરવાની અપીલ કરી છે.ભાવનગર એ.એસ.પી. સફિન હસન દ્વારા મુસ્લિમ સમાજના ભાઇ-બહેનોને પવિત્ર ઇદ-ઉલ-ફિત્રની હાર્દિક મુબારક બાદી પાઠવી છે, તેમણે પોતાના શુભસંદેશમાં જણાવ્યું છે કે ઇદનો તહેવાર પ્રેમ-શાંતિ અને સામાજિક સદ્દભાવનાનું પ્રતીક છે, આ પવિત્ર તહેવાર સૌનાજીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવનારો બની રહે, તેવી શુભકામના આપતા લોકોને કોરોની મહામારીને ધ્યાનમાં રાખીને પરિવાર સાથે ઘરમાં જ ઊજવવાની અપીલ કરવામાં આવી હતી.રમીઝભાઈએ જણાવ્યું હતું કે “ઈદ” નો તહેવાર ખુશી ,આનંદ એકબીજા પ્રત્યેની લાગણી અને સંબંધોને વધુ સુદ્રઢ બનાવીને તહેવાર મનાવવા માં આવે છે.નાના મોટા અને વડીલો સહિત પરિવારના સભ્યો “ઈદ” માં નામઝની રસમ અદા કરી નવા ઈદ મુબારક પાઠવે છે. આજે “ઈદ”ના પવિત્ર તહેવારો ની પણ મુસ્લિમ સમાજે સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાના સંકટને કારણે ઈદના તહેવારની ઉજવણીને પણ ગ્રહણ લાગી ગયું તેમ છતાં ઈદના આ પવિત્ર તહેવારને આજે મુસ્લિમ બિરાદરોએ કોવિડ નિયમોના પાલન સાથે નમાઝ,ઈબાદત અને એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી ઈદની ઊજવણી કરી હતી, મુસ્લિમ સમાજે ઈદની નમાઝ સાથે કોરોનાના સંકટને દૂર કરવા અને સમગ્ર દેશવાસીઓના સંપૂર્ણ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી.

Previous articleબીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બોટાદને ૪૦ ઑક્સીજન કોન્સનટ્રેટર મશીનોનું વિતરણ
Next articleભાવનગર શહેર-જિલ્લામાં ભગવાન પરશુરામજીની જન્મજયંતિની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ