ભાવનગર જિલ્લામાં તોઉ તે વાવાઝોડાનાં પગલે જિલ્લામાં ૧૩૫૬ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરાળા તાલુકામાં ૧૬૦ મી.મી., ગારીયાધાર તાલુકામાં ૪૬ મી.મી., ઘોઘા તલુકામાં ૪૭ મી.મી., જેસર તાલુકામાં ૧૦૨ મી.મી., તળાજા તાલુકામાં ૧૦૫ મી.મી., પાલીતાણા તાલુકામાં ૨૩૮ મી.મી., ભાવનગર તાલુકામાં ૨૩૨ મી.મી., મહુવા તાલુકામાં ૧૬૮ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૧૪૦ મી.મી. અને સિહોર તાલુકામાં ૧૧૮ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ ભાવનગર જિલ્લા પર તાઉ-તે વાવાઝોડાના કારણે ૨૪ કલાક સતત વરસાદ શરૂ રહ્યો હતો. જેના પગલે ભાવનગર અને પાલીતાણામાં ૯ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરાળા, વલ્લભીપુર, તળાજા અને સિહોરમાં સાડા ચારથી ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.