ઘટાટોપ પીપળાએ મંદિરને પણ ધરાશાયી કર્યું

597

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા તાઉ તે વાવાઝોડામાં હજારો વૃક્ષો ધરાશાયી થવા પામ્યા હતા. જેના કારણે રસ્તાઓ બ્લોક થઇ જવાના બનાવો બન્યા હતા. જ્યારે શહેરના પાનવાડી રોડ પર એસબીઆઇની બાજુમાં આવેલ સિધ્ધનાથ બાલાહનુમાન શિવ મંદિરને અડીને આવેલ ઘટાટોપ પીપળાનું વૃક્ષ મુળમાંથી ઉખડી શિવ મંદિર ઉપર પડતાં મંદિર પણ બેસી જવા પામ્યું હતું. અને આજુબાજુના મકાનો પર ઘટાટોપ વૃક્ષ પડતાં મકાનોને પણ નુકશાન થવા પામ્યું હતું.

Previous articleશહેર જિલ્લામાં વિજ પુરવઠો શરૂ કરવામાં વિજ કર્મચારીઓની કાબિલેદાદ કામગીરી
Next articleમંત્રી વિભાવરીબેને કંટ્રોલ રૂમમાં ર૪ કલાક વાવાઝોડાની કામગીરીની નિગરાની રાખી