ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ ખરકડી મુકામે આવેલ પીર બાલમશા દરગાહનો ઉર્ષ દર વર્ષે ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે પરંપરાગત મેળો ભરાય છે, પરંતુ છેલ્લા બે વર્ષ થી દેશમાં ચાલી રહેલ કોરોના મહામારી ને કારણે આ વર્ષે પણ બંધ રાખવામાં આવ્યો છે,ભાવનગર જિલ્લામાં આવેલા ઘોઘા તાલુકાના ખરકડી મુકામે આવેલા પીર બાલમશા દરગાહ નો ઉર્ષ તા. ૨૩ અને ૨૪ મે નો રોજ યોજાનાર મેળો આ વર્ષે કોરોના મહામારીના વધતા સંક્રમણને લઈ સરકાર ની ગાઈડલાઈન મુજબ હાલ મોફૂંક રાખવામાં આવેલ છે. કોરોના સંક્રમણ લઈને દરગાહ પર દર્શન પણ બંધ રાખેલ છે જેથી કરીને કોઈ પણ લોકોએ દરગાહ પર આવુ નહીં અને ઘરે થી દુઆ દર્શન કરી લેવા માટે અને સાથ અને સહકાર આપવા પીર બાલમશા દરગાહ ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે,