સમગ્ર રાજ્યમાં કોરોના નો કેર યથાવત્ છે ત્યારે ભાવનગર એસ.ટી વિભાગના અનેક કર્મચારીઓ સંક્રમિત થયા છે અને મોત પણ નિપજ્યા છે, ભાવનગર વિભાગ સંકલન સમિતી દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી.ગુજરાત એસ.ટી.માં કુલ ૧૯૮૫ કર્મચારીઓ સંક્રમિત થયા છે જેમાંથી હાલ અત્યારે ૭૩૫ કર્મચારીઓ સારવાર હેઠળ છે, અને ૧૧૫ લોકો મોત નિપજયા છે, આમ ભાવનગર એસ.ટી વિભાગમાં કુલ ૧૦૫ લોકો સંક્રમિત થયા છે અને ભાવનગર એસ.ટી.વિભાગના એક કર્મચારી નું મોત નીપજ્યું છે,ભાવનગર એસ.ટી વિભાગના ડ્રાઇવર અને કંડક્ટર સંક્રમિત થયા છે.
ગુજરાત સરકાર દ્વારા વ્યવસાયિક સેવાના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરી અવસાન પામેલાના વારસદારો ને આર્થિક સહાય (૨૫ લાખ) આપવાનું નક્કી કરેલ છે, તેને એસ.ટી ના કર્મચારીઓ ને કોરોના વોરિયર્સ જાહેર કરી આર્થિક લાભ આપવા ગુજરાત સંકલન સમિતિ દ્વારા કાર્યકમ કરી, એસટી વિભાગના અવસાન પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,