ભાવનગર માર્કેટીંગ યાર્ડ સોમવારથી ફરી ધમધમતું થશે, જાહેર હરરાજી પણ શરૂ થશે

1249

ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસી અનાજ, કઠોળ, મગફળી, સીંગતેલ, તેલીબીયા, કપાસ (ડુંગળી સિવાયની) ખેડૂતોની જાહેર હરાજી તારીખ ૨૪/૫/૨૦૨૧ ને સોમવાર થી શરૂ કરવામાં આવશે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર દ્વારા ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસી અનાજ, કઠોળ, મગફળી, સીંગતેલ, તેલીબીયા, કપાસ (ડુંગળી સિવાયની) ખેડૂતોની જાહેર હરાજી તારીખ ૨૪/૫/૨૦૨૧ ને સોમવાર થી શરૂ કરવામાં આવશે, તો જેથી તા.૨૩/૫/૨૦૨૧ને રવિવાર રાત્રે ૮ થી ઉતારવા દેવામાં આવશે. તો દરેક ખેડૂતો,વેપારીઓ એ માસ્ક/રૂમાલ ફરજીયાત બાંધીને આવવું, તથા સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવું, ખરીદ કરેલ માલ વેપારીઓએ તાત્કાલિક ઉપાડી લેવાનો રહેશે જેની તમામ વેપારી ભાઇઓએ અથવા ખેડૂત થયેલ નોંધ લેવી તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર-ઘોઘાના સેકેટરી એ જણાવ્યું છે.

Previous articleનેસડા ખાતેથી રોયલ્ટી વિનાના ૪ ડમ્પર ઝડપાયા ૧૦૦ ટન રેતી સહીત ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Next articleભાવનગરમાં વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવામાં તંત્ર નિષ્ફળ